રામકો બંગલો નજીક નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા યુવાનનું મૃત્યુ
મોરબી : ઊંઘમાં ચાલવાની આદતને કારણે મોરબીમાં દાહોદ જિલ્લાના શ્રમિકનું નવા બનતા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પટકાતા કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી રામકો બંગ્લોજની પાછળ લીલાપર રોડ ઉપર નવા બની રહેલા ઓપેરા સ્ક્વેર એપાર્ટમેન્ટમાં કામ કરતા દિપકભાઇ કલસીંગભાઇ પટેલ, ઉ.19, મુળ રહે. ઉસ્વાણ ગામ, તા.દેવગઢ બારીયા વાળા ગતરાત્રીના ત્રીજા માળે સુતા હતા ત્યારે ઊંઘમાંને ઊંઘમાં ત્રીજા માળેથી બાજુમાં આવેલ અમુલ્ય એપાર્ટમેન્ટના વરંડા ઉપર પડતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide