મોરબીમાં ઝૂંપટપટ્ટીના દરિદ્રનારાયણનો જાઠરાગ્નિ ઠારી ઇદની ઉજવણી

0
77
/

યુવાનોએ ઇદની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો

મોરબી : પોતાને નહિ પણ બીજાને ખુશી આપીને પોતે ખુશી અનુભવી એ તહેવારોની સાચી ઉજવણી છે. ત્યારે મોરબીના કેટલાક યુવાનોએ આ રીતે ઇદની ઉજવણી કરીને ઇદની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો હતો.જેમાં યુવાનોએ ઝૂંપટપટ્ટીના લોકોને ભરપેટ ભોજન કરાવીને તહેવારોની સાચી ઉજવણીનો સંદેશ આપ્યો છે.

મોરબીમાં રહેતા આસિફ સંધી, અમન ચાનીયા, અરમાન ચાનીયા સહિતના યુવાનોએ આજે સાથે મળીને ઈદે મિલાદ પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ યુવાનોએ ઈદ તહેવારની જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવણી કરી હતી. જેમાં મોરબીના ઝૂંપટપટ્ટી વિસ્તારો જેવા કે મોરબીના પાડાપુલ નીચે, નવલખી ફાટક સામે રોકડીયા હનુમાનજી સામે તેમજ રવાપર કેનાલ રોડ ઉપર ઝુંપડા બાંધી રહેતા 650 થી વધુ લોકોને દાળ-ભાત, શાક રોટલી અને મિસ્ટાન સાથેનું ભરપેટ ભોજન કરાવ્યું હતું. આ યુવાનોએ કહ્યું હતું કે, બીજાને ખુશી આપીને એ ખુશી પોતે અનુભવવી એજ તહેવારની સાચી ઉજવણી છે અને આ રીતે ઈદની ઉજવણી કરીને સૌને પ્રેરણાબળ પૂરું પાડ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/