મોરબી શહેર અને જીલ્લામાં સમાજ સુરક્ષા ટીમ બાળ લગ્ન અટકાવવા સતત કાર્યવાહી કરી રહી છે જેમાં બે-ત્રણ દિવસ પૂર્વે જ પાંચ બાળ લગ્ન અટકાવ્યા બાદ વધુ ત્રણ બાળ લગ્નો અટકાવવામાં આવ્યા છે મોરબી જીલ્લામાં એક જ પરિવારમાં ૩ લગ્નનું આયોજન હોય જેમાં બાળ લગ્ન થતા હોય તેવી ફરિયાદને પગલે પરિવારનાં ઘર પર તપાસ કરતા દીકરા-દીકરી ની ઉંમરની સ્થળ પર ખરાઈ કરતા ૨ દીકરી અને ૧ દીકરાની ઉંમર કાનૂની મર્યાદા કરતા ઓછી હોય, જે બાળ લગ્ન હોવાથી અટકાવવામાં આવ્યા હતા
મોરબી સમાજ સુરક્ષા અધિકારી અનીલા એફ પીપલીયા, પ્રોબેશન ઓફિસર એસ.વી.રાઠોડ, બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશીયા, રંજનબેન મકવાણા, સમાજ સુરક્ષા ટીમ તથા તાલુકા પોલીસને સાથે રાખી વાલીને બાળ લગ્ન અંગે કાયદાની સમજ આપી બાળ લગ્ન અટકાવામાં આવ્યા હતા
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide