મોરબી : સોસાયટીના ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો દ્વારા પાલિકામાં ઉગ્ર રજુઆત

0
101
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સમયાંતરે ગટરના પાણી ભરાતા હોવાથી સ્થાનિકોએ પાલિકાને અગાઉ અનેક રજૂઆતો કરી પણ પરિણામ શૂન્ય : રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું

મોરબી : આજે મોરબીની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસતા સ્થાનિકોની હાલત દયનિય બની છે. સ્થાનિકોને ખાટલા ઉપર બેસીને જમવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરીએ રોષપૂર્ણ રજુઆત પણ કરી છે. ત્યારે હવે તંત્ર આ પ્રશ્નનો નિવાડો લાવે છે કે કેમ તે જોવું રહ્યું.

મોરબીમાં સુપર માર્કેટ પાછળ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ક્રિષ્ના સોસાયટીમાં અવારનવાર ગટરના પાણી ઘરોમાં ઘૂસતા હોય સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકાને રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ પ્રશ્નનો નિવેડો ન આવ્યો હોવાનો સ્થાનિકોએ બળાપો ઠાલવ્યો છે. હાલ પાછા ઘરમાં પાણી ઘૂસતા સ્થાનિક મહિલાઓનું ટોળું રોષભેર પાલિકા કચેરીએ પહોંચ્યું હતું. જ્યા ચીફ ઓફિસર તેઓની વાત સાંભળ્યાં વગર જ ચાલ્યા ગયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.આ મામલે ચીફ ઓફિસરે કહ્યું કે તેઓને મિટિંગમાં હાજરી આપવાની હોય જેથી તેઓ ચાલ્યા ગયા હતા. આ રજુઆત ધ્યાને આવી છે.આ પ્રશ્નનો એકાદ- બે દિવસમાં નિવેડો લઈ આવવામાં આવશે. વધુમાં સ્થાનિકોએ અહીં રોડ બનાવવાની પણ માંગ ઉઠાવેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/