[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના લખધીરપુર રોડ પાસે આવેલ ‘ટોકિયો સ્પા’ ના સંચાલકો સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા હોય પોલીસે ત્રણ શખ્સો ઝડપી લઇ તેમની આગવી સરભરા કરી છે.
વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ પાસે આવેલ ‘ટોકિયો સ્પા’ ના સંચાલકો સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા હોય પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી ત્રણ આરોપી શખ્શો (1)- વિપુલ રામાશ્રય પાંડે (સંચાલક) (2)- ગ્રાહકો શોધવાનું કામ કરતો સાગર મનસુખભાઇ સારલા અને (3)- જીવણ બચુભાઈ ચાવડાને ઝડપી લઇ સબ જેલહવાલે કર્યા હતા આ ત્રણે શખ્શો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય પરંતુ છેલ્લે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા એક વિડીયો દ્વારા જારી કરેલ કડક આદેશ બાદ આ પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide