ખાનગીમાં ટેસ્ટ કરાવ્યો હોય આરોગ્ય વિભાગ સુધી માહિતી ન પહોંચી : શિક્ષણવિભાગને જાણ થતા શાળામાં ઓફલાઈન શૈક્ષણીક કાર્ય બંધ
મોરબી : હાલ મોરબીની એક પછી એક શાળામાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ રહી છે ત્યારે ગઈકાલે અહીંના નવલખી રોડ ઉપર આવેલી સેન્ટમેરી સ્કૂલમાં ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા શાળામાં આગામી 11 જાન્યુઆરી સુધી શૈક્ષણિક કાર્ય સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જો કે, સેન્ટમેરી સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાની જાણ આરોગ્ય વિભાગને થઇ નથી પરંતુ શાળા દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરાતા તકેદારીના પગલાં રૂપે ઓફલાઈન શિક્ષણ બંધ કરાવાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલી સેન્ટમેરી સ્કૂલનો ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા શાળા દ્વારા શિક્ષણ વિભાગને જાણ કરી ગઈકાલથી આગામી તા.11 જાન્યુઆરી સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ સેન્ટમેરી શાળાનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર જાણકારી હજુ સુધી આરોગ્ય વિભાગ પાસે પહોચી ન હોવાનું બહાર આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide