મોરબી: એસટી ભાડા વધતા રાજકોટ – મોરબી માટે રૂ. 10થી 20નો વધારો ઝીંકાયો !

0
111
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા લાંબા સમયગાળા બાદ ગત મધ્યરાત્રીથી 25 ટકા ભાડા વધારો અમલમાં મુક્તા મોરબીથી રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોના ભાડામાં મિનિમમ રૂપિયા 10થી લઈ 40 રૂપિયા જેવો ભાડા વધારો થયો છે. ગઈકાલ સુધી મોરબીના લોકો 39 રૂપિયામાં રાજકોટ પહોંચી શકતા પરંતુ નવા ભાડા અમલી બનતા હવે 50ની નોટ ખર્ચવી પડશે.

મોરબી એસટી વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે મઘ્યરાત્રીથી એસટી ડિવિઝનનના આદેશ મુજબ ભાડા વધારો અમલી બનાવવામાં આવ્યો છે જે અનવ્યે રાજકોટ મોરબી લોકલ બસનું ભાડું 39 હતું તે વધીને 49 રૂપિયા કરવામાં આવ્યું છે, એ જ રીતે રાજકોટ – મોરબી ઇન્ટરસીટી બસનું ભાડું 41માંથી 51 રૂપિયા કરવામાં આવ્યું છે. સાથે જ મોરબી રાજકોટ એક્સપ્રેસ બસનું ભાડું 71 રૂપિયાથી વધીને 89 થયું છે અને ગુર્જર નગરી બસનું ભાડું 81થી વધુને રૂપિયા 101 થયું છે. જયારે મોરબી અમદાવાદ એક્સપ્રેસ બસમાં અગાઉ રૂપિયા 132 ભાડું હાઉ જે વધીને 165 કરવામાં આવ્યું છે. એ જ રીતે મોરબી જામનગર સુધીનું 51 રૂપિયા ભાડું હતું ત વધીને 64 રૂપિયા થયું હોવાનું એસટી વિભાગે જાહેર કરી તમામ રૂટમાં ભાડામાં 25 ટકા ભાડાંવધારો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી એસટી ડેપોને દૈનિક રૂપિયા 3.50 લાખથી 4 લાખની આવક છે જે ભાડાંવધારા બાદ દરરોજ અંદાજે એક લાખના વધારા સાથે સાડાચારથી પાંચ લાખ રૂપિયા થવાના સંકેતો તંત્રએ આપ્યા હતા.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/