રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લાનું કુલ ૭૬.૬૯ ટકા પરિણામ આવ્યું છે જેમાં જીલ્લા ટોપ 3 માં ત્રણ વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે જે ત્રણેય વિદ્યાર્થીની મોરબીના નવયુગ વિધાલયની છે તો ટંકારા તાલુકાના ટોપર પણ નવયુગ વિદ્યાલયનો વિદ્યાર્થી છે અને તમામ ટોપર વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીને ભવિષ્યમાં સીએ બનવાની ઈચ્છા છે
રાચ્છ કિંજલ ૯૯.૯૮ પીઆર સાથે જીલ્લામાં ટોપર
નવયુગની વિદ્યાર્થીની રાચ્છ કિંજલ અશ્વિનભાઈ ૯૯.૯૮ પીઆર સાથે જીલ્લા ટોપર છે જેના પિતા બીકોમ અને માતા બીએ સુધી અભ્યાસ કરેલ છે પિતા અશ્વિનભાઈ રીટાયર્ડ ડે. મામલતદાર છે કિંજલ રોજ ૧૪ કલાક મહેનત કરી આ મુકામ હાંસલ કર્યો છે જેને સીએ બનવાનું સ્વપ્ન છે તો સફળતાનો શ્રેય માતાપિતા, તેમજ
પરમાર અંજલિ ૯૯.૯૬ પીઆર સાથે જીલ્લામાં દ્વિતીય સ્થાને
નવયુગની વિદ્યાર્થીની પરમાર અંજલિ મહેશભાઈએ ૯૯.૯૬ પીઆર સાથે જીલ્લામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે જેના પિતા ૭ પાસ અને માતા ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરેલ છે પિતા શાકભાજીના વેપાર સાથે જોડાયેલા છે પરમાર અંજલિએ પ્રતિદિન ૧૩ થી ૧૪ કલાક સખ્ત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરી છે જેને ભવિષ્યમાં સીએ બનવું છે
કાંડિયા ઋત્વી મહેશભાઈ ૯૯.૯૬ પીઆર સાથે જીલ્લામાં તૃતીય સ્થાને
નવયુગની જ વિદ્યાર્થીની કાંડિયા ઋત્વી મહેશભાઈએ ૯૯.૯૬ પીઆર સાથે જીલ્લામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જેના માતાપિતા ૧૦ ધોરણ સુધી જ અભ્યાસ કરેલ છે પિતા સિરામિક ટ્રેડીંગ સાથે જોડાયેલા છે ઋત્વીએ ૧૪ થી ૧૫ કલાક મહેનત કરીને જીલ્લામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે જેને પણ સીએ બનવાનું સ્વપ્ન છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide