મોરબી : સ્ટીલ-સિમેન્ટના અસહ્ય ભાવવધારાના વિરોધમાં બિલ્ડરોની હડતાલ, તમામ સાઇટ બંધ કરાઈ

0
45
/
બિલ્ડરોએ કલેકટરને આવેદનપત્ર આપી બાંધકામના રો-મટીરીયલમાં થયેલો ભાવવધારા મામલે કાર્યવાહી કરવાની માંગ પણ  કરી

મોરબી : હાલ બાંધકામોમાં ઉપયોગમાં લેવાતા સિમેન્ટ તેમજ લોખંડના ભાવમાં ખાનગી કંપનીઓએ અસહ્ય ભાવ વધારો ઝીંકી દેતા બિલ્ડર લોબી આક્રમક વલણ અપનાવ્યું છે અને આ બાંધકામોના રો-મટીરીયલમાં થયેલા ભાવવધારાના વિરોધમાં ગુજરાત ભરની સાથે મોરબીના બિલ્ડરોએ આજે હડતાલ પાડી હતી અને બિલ્ડરોએ કલેકટરને આવેદનપત્ર આપી બાંધકામના રો-મટીરીયલમાં થયેલ ભાવવધારા મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મોરબી જિલ્લા બિલ્ડર એસોસિએશનના નેજા હેઠળ તમામ બિલ્ડરોએ આજે બાંધકામ સાઇટ પર કામ બંધ રાખીને સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કંપનીઓએ કરેલા ભાવવધારાનો વિરોધ કર્યો હતો. બિલ્ડરોની આ હડતાલને કારણે મોરબીમાં તમામ બાંધકામ સાઈટ ઉપર કામો બંધ રહ્યા હતા. બિલ્ડરોએ પોતાની બાંધકામ સાઈટ બંધ રાખીને આજે કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

જેમાં જણાવ્યું હતું કે, સિમેન્ટમાં 25 ટકા ભાવ વધારો તો સ્ટીલમાં 50 ટકા જેટલો તોતિંગ ભાવવધારો કરાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ભાવવધારાને કારણે લોકોના ઘરના ઘરનું સ્વપ્ન ચકનાચૂર થઈ જાય એટલું મોંઘું પડવાનું છે. તો બીજી તરફ કોરોના કાળને લઈને રિયલ એસ્ટેટમાં છવાયેલી મંદી વધુ ઘેરી બનવાના એંધાણ વાર્તાયા છે. આથી, બિલ્ડરોએ કલેકટરને આવેદનપત્ર આપી બાંધકામના રો-મટીરીયલમાં થયેલો ભાવવધારા મામલે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/