માત્ર પોસ્ટ મારફત કે જેલના ગેઇટ ઉપરથી જ રાખડી સ્વીકારવામાં આવશે
મોરબી : મોરબી સબ જેલમાં દર વર્ષે રક્ષાબંધનના તહેવાર નિમિતે જેલમાં રહેલા બંદિવાન કેદીભાઇઓને તેમની બહેનો તેમજ બહેનો તેઓના ભાઇઓને રાખડી બાંધતી હોય છે. સાથે સામાજીક સંસ્થાની બહેનો પણ રક્ષાબંધનની ઉજવણીમાં જોડાતી હોય છે.
પરંતુ હાલ વિશ્વતરે ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઇ કેદીઓની સુરક્ષાના હેતુથી જેલ ખાતાના અધિક પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.રાવની સુચનાથી રક્ષાબંધનના તહેવાર નિમિતે કેદીઓને બહેનો દ્રારા જેલમાં રહેલા ભાઇઓને રૂબરૂ રાખડી બાંધવાનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી સબ જેલના અધિક્ષક એલ.વી.પરમાર દ્રારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાને લઇ રક્ષાબંધનને દિવસે કેદીઓની બહેનો જેલમાં રહેલા તેમના ભાઇને કવર ઉપર નામ લખી મોરબી સબ જેલ પર ટપાલ દ્રારા તથા જેલના મેઇન ગેટ પર રાખડીઓ આપી શકશે. રાખડી સિવાય મીઠાઇ કે અન્ય કોઇપણ ચીજવસ્તુઓ લેવામાં આવશે નહિ. તેમ જેલ અધિક્ષક દ્વારા જણાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide