ધોરણ ૧૦ માં પણ એક કેદી પરીક્ષા ઉતીર્ણ કરી ચુક્યો છે
આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે તો સાથે જ મોરબીની સબ જેલમાં પણ આજે ઉજવણી જોવા મળી હતી સબ જેલમાં કાચા કામના બે કેદીઓએ પણ ધોરણ ૧૨ ની પરીક્ષા ઉતીર્ણ કરી હોય જેથી મો મીઠા કરાવી જેલર અને સ્ટાફે શુભકામનાઓ પાઠવી હતી
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા મોરબી સબ જેલના કાચા કામના કેદીઓએ પણ આપી હતી સબ જેલના કુલ ૦૭ કેદીઓ આ પરીક્ષા આપી હતી જેના પરિણામો જાહેર થતા ૨ કેદીઓ પરીક્ષામાં પાસ થયા છે જેમાં કાચા કામના કેદી કિશોર શીવાભાઈ ડાભી અને ભરત જીવરાજભાઈ ડાભી પરીક્ષામાં પાસ થયા છે તો અગાઉ ધોરણ ૧૦ ની પરીક્ષા આપનાર 3 કેદીઓમાંથી ૧ કાનજી મનસુખભાઈ ડાભી પણ પરીક્ષામાં પાસ થયા હતા
મોરબીની સબ જેલના કેદીઓ પરીક્ષામાં પાસ થતા જેલર એલ વી પરમાર, સ્ટાફના પી એમ ચાવડા સહિતના સ્ટાફે પુષ્પગુચ્છ આપી તેમજ મો મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી તો ધોરણ ૧૦ માં સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં મોરબી સબ જેલનો એક કેદી પરીક્ષા ઉતીર્ણ કરી હોવાનું પણ જેલરે જણાવ્યું હતું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide