મોરબી : તાજેતરમા ગત તા. 12ના રોજ સાંજના સમયે 6 વાગ્યે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પણ એક જાગૃત નાગરિકનો મદદ માટે કોલ આવ્યો હતો. ફોન પર જરૂરી માહિતી મેળવી 181 ટીમના કાઉન્સેલર જીજ્ઞાશા પટેલ અને કોન્સ્ટેબલ રંજનબેન સ્થળ પર પહોંચ્યા હતા. 181ની ટીમે પરીણીતાની વિગતવાર માહિતી મેળવતા જાણવા મળ્યું હતું કે તેઓ મોરબી જિલ્લાના વતની છે. મહિલા તેમના સાસરી પક્ષના ત્રાસથી ઘરેથી સુસાઇડ કરવાના ઇરાદાથી નીકળી ગયા હતા અને પાડા પુલ પાસે આવ્યા હતા. તેમના લગ્નને દોઢ મહિના જેટલો સમયગાળો થયો છે. તેમના નણંદ અને તેમના પતિ તેમને ત્રાસ આપતા હતા તેમજ મારકૂટ કરતા હતા.
પીડિતાને લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. આ પ્રેમસંબંધ વિષે મહિલાના પતિ તેમજ નણંદને જાણ થતાં તેઓ પીડીતાને હેરાન કરતા હતા. અને હાથ ઉપાડતા હતા. જો કે હાલ પીડિતાને કોઈ સાથે પ્રેમ સંબંધ નથી. તેમજ ભૂતકાળના પ્રેમી સાથે કોઈ વાતચીત થતી નથી. આમ છતાં તેઓ સાસરીમાં હેરાનગતિનો ભોગ બનતા હોવાથી આપઘાત કરવાના ઈરાદે ઘરેથી નીકળી ગયા હતા.
181ની ટીમે મહિલાની વિગતવાર આપવીતી જાણીને તેમને પાડાપુલથી દુર લઇ ગયા હતા. બાદમાં 181ની ટીમે પરણિતાને સમજાવી સલાહ-સુચન અને માર્ગદર્શન આપ્યું હતું. આ દરમ્યાન પીડિતાનો ભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. 181ની ટીમે મહિલાના ભાઈની સાથે પણ ચર્ચા કરી સમજાવ્યા હતા. તેમજ પીડિતાને વધુ કાઉન્સિલિંગની જરૂર જણાતા તેમને સખી વન સ્ટોપ સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ પીડિતાને સહી-સલામત તેમના ભાઈને સોંપવામાં આવ્યા હતા. આમ, 181 અભયમ મહિલા ટીમે આપઘાત કરવા નીકળેલી પરિણીતાનો જીવ બચાવ્યો બચાવી માનવતાનું કાર્ય કરેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide