મોરબીમાં આવતા રવિવારે પક્ષીઓના ચણ-પાણી રાખવાના લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ

0
237
/

ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા આયોજન

મોરબી : હાલ મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ તથા પાણી માટે લોખંડના સ્ટેન્ડનું રાહતદરે વિતરણ આગામી તા. 30ને રવિવારે કરવામાં આવશે.

મોરબીના ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા પક્ષીઓના ચણ તથા પીવાના પાણી માટે લોખંડના સ્ટેન્ડનું વિતરણ આગામી તા. 30ને રવિવારના રોજ સવારે 9થી 11 સુધી સરદાર બાગ સામે ઓમ શાંતિ વિદ્યાલય ખાતે વહેલો તે પહેલાના ધોરણે રાખેલ છે. આ સ્ટેન્ડની કિંમત રૂ. 200 છે પરંતુ દાતા મગનલાલ રણછોડભાઈ હસ્તે મનુભાઈ હીરાણી (પાનવાળા)ના સહયોગ થકી માત્ર ટોકન રૂ. 50માં આ સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/