ધમાલ ગલી, સાયકલોથોનમાં પ્રેરક ઉપસ્થિતિની સાથે નવ નિર્મિત આરોગ્ય કેન્દ્રનું લોકર્પણ કરશે
મોરબી : મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા આજે સાંજે મોરબી આવી રહ્યા છે. આવતીકાલે તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં ધમાલ ગલી યોજાશે સાથે સાથે સાયકલોથોનને તેઓ પ્રસ્થાન કરાવી અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપનાર છે.
રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા આજે રાત્રે ૮:૩૦ વાગ્યે મોરબી ખાતે આગમન થશે અને મોરબી સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.તા.૨૬ને રવિવારના રોજ સવારે ૭ વાગ્યે મોરબી રોટરી કલબ દ્વારા ધમાલ ગલી કાર્યક્રમનું આયોજન જીઆઇડીસી મેઇન રોડ,શનાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે. સવારે ૮:૧૫ વાગ્યે ફીટ ઇન્ડીયા અંતર્ગત સાયકલોથોન પ્રસ્થાન સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટરેથી કરવામાં આવશે.સવારે ૯ વાગ્યે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ અંતર્ગત સેમીનારનું આયોજન હોટલ મહેશ,શનાળા રોડ ખાતે કરવામાં આવ્યું છે.સવારે ૯ વાગ્યે ગુડ ગવર્નન્સ ડે અંતર્ગત સ્કાય મોલ હોલ, શનાળા રોડ ખાતે કાર્યક્રમ યોજાશે.બપોરે ૧૨:૩૦ વાગ્યે રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું બ્રિજેશ મેરજા દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
મોરબીમાં યોજવામાં આવેલ તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ બ્રિજેશ મેરજા અમદાવાદ જવા રવાના થશે.અમદાવાદ પહોંચ્યા બાદ સાંજે ૭ વાગ્યે વિશ્વ ગુજરાતી પ્રતિભા સન્માન સમારંભ કાર્યક્રમમાં હાજરી આપશે.આ કાર્યક્રમ કલબ-૦૭,શેલા,એસ.પી.રીંગ રોડ,અમદાવાદ ખાતે યોજાશે.આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગાંધીનગર રવાના થશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide