મોરબી : તા. 26થી 28 સપ્ટે. દરમિયાન ટ્રાફિક ઇ-ચલણનો ઓનલાઈન દંડ નહિ ભરી શકાય

0
57
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
સિસ્ટમ મેન્ટેનશ કામગીરીને પગલે ઓનલાઇન દંડ સ્વીકારવાની કામગીરી રહેશે બંધ

મોરબી : મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમનના સુચારૂ અમલવારી થાય તે માટે સીસીટીવી કેમેરા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને નિયમભંગ કરનાર વાહનચાલકને સીધા તેના ઘરે ઇ-મેમો આપવામાં આવી રહ્યા છે.

આ ઇ-ચલણ કામગીરી જે સાઇટ પર ચાલી રહી છે. તે સાઈટનું આગામી 24 કલાકમાં મેન્ટેનન્સની કામગીરી થવાની હોવાથી મોરબી જિલ્લામાં તા. 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર એટલે કે આજથી ત્રણ દિવસ સુધી ઓનલાઇન ચલણનો દંડ સ્વીકારવામાં આવશે નહિ. જેથી, વાહનચાલકોએ ઓફલાઈન દંડ ભરવાનો રહેશે. આ માટે વાહનચાલકોએ જિલ્લા ટ્રાફિક શાખા એસપી કચેરી જિલ્લા સેવા સદન કેમ્પસમાં ઇશ્યુ થયેલા ચલણ અને ડ્રાઇવીંગ લાયસન્સ સાથે રૂબરૂ આવવાનું રહશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/