પાઘડી પેહરાવી અદકેરૂ સન્માન કર્યુ છે. તેને લજ્જિત નહિ થવા દઉ અને ઋણ ચુકવવા આજીવન તત્પર રહિશ : બ્રિજેશ મેરજા
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના ગુગણ તેમજ પરશુરામધામ ખાતે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીનો સન્માન સમારોહ યોજાયો હતો.
મંત્રી બ્રિજેશભાઈએ સન્માનના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મને પાઘડી પહેરાવી અદકેરૂ સન્માન કર્યું છે. ત્યારે તેને ક્યારેય લજ્જિત નહિ થવા દઉ અને ઋણ ચૂકવવા આજીવન તત્પર રહીને કામ કરતો રહિશ. અને ખેડૂત પુત્ર હોવાના નાતે હું ખેડૂતોની વ્યથાને જાણુ છું અને ખેડૂતોના પ્રશ્નોના નીરાકરણ માટે પ્રત્નશીલ રહીશ.
ગુગણ ગામના કાર્યક્રમના ક્ષત્રીય સમાજના આગેવાનો ધ્રુવકુમારસિંહ, જનકસિંહ જાડેજા, જ્યોતીસિંહ જાડેજા, દેવાભાઈ અવાડીયા, ભરતભાઈ જારીયા, જયુભા જાડેજા, અજયભાઈ લોરીયા, અરવીંદભાઈ વાસદળીયાનું દ્વારા પણ ગામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને ગામના ક્ષત્રીય આગેવાનો પુષ્પરાજસિંહ જાડેજા, ગજરાજસિંહ જાડેજા, ઈન્દુભા જાડેજા, શક્તિસિંહ જાડેજા, દિગુભા જાડેજા, સહિત ક્ષત્રીય સમાજના લોકો આ સન્માન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
જ્યારે પરશુરામધામ ખાતેના કાર્યક્રમમાં ભુપતભાઈ પંડ્યા, અનીલભાઈ મહેતા, હસુભાઈ પંડ્યા, ત્રિલોકભાઈ ઉપાધ્યાય, દિપકભાઈ જોષી, સુરેશભાઈ જોષી, યાગેન્દ્રભાઈ પુરોહિત, સુનીલભાઈ જાની, મહેશભાઈ ભટ્ટ, પારેજીયા રાજગોર સમાજ, નીરવભાઈ ભટ્ટ સહિત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રવાસમાં મંત્રી સાથે મોરબી જિલ્લા મહામંત્રી જયુભા જાડેજા, જિલ્લા પંચાયત બાંધકામ સમીતીના ચેરમેન અજયભાઈ લોરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવીંદભાઈ વાસદડીયા સાથે રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide