મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા જેમાં મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના પ્રમુખને નવલોહીયા યુવાને હરાવી દેતા રાજકીય ખેરખાઓ પણ વિચારતા થયા છે.
મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકીય ખેરખાઓની ધોબી પછડાટ થઈ હતી.જેમાં મોરબીના ત્રાજપર ગામે સીટીંગ ધારાસભ્ય પરસોત્તમ સબરીયાની પત્નીની હાર થઈ હતી. એટલું જ નહીં નવલોહીયા યુવાન સામે રાજકીય ખેરખાંની પીછેહઠ થઈ હતી.જેમાં મોરબીના ખેવરિયા ગામે સરપંચ માટે રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથી લડતા હતા તેમની સામે કોઈપણ રાજકીય કે સામાજિક રીતે કદ ન ધરાવતા અને સૌથી નાની વયના વિશાલ કનોરિયા નામના 27 વર્ષ યુવાને ઝંપલાવ્યું હતું.ખાસ કરીને ગામના યુવાનોને વિશાલ કનોરિયાએ દશાવેલા વિકાસ મોડેલમાં વધુ રસ પડતા મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઈ હોથીને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા આ અગેવાનને પણ હરાવીને વિશાલ કનોરિયા માત્ર 27 વર્ષની વયે ગામના સરપંચ બન્યા છે. તેઓએ આધુનિક રીતે ગામનો વિકાસ કરવાનો કોલ આપ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide