સેવા સદન બહાર દેખાવ પૂરતી સફાઈની કામગીરી અને અંદર ગંદકીના થર જામ્યા
મોરબી : કોરના કહેર વચ્ચે સરકારી તંત્ર અને સરકાર સ્વચ્છતા ઉપર ખૂબ જ બહાર મૂકી રહી છે. પણ મોરબીમાં દિવા તળે અંધારું હોય તેમ ખુદ સરકારી કચેરીઓને ગંદકીનું ગ્રહણ લાગ્યું છે. સરકારી તંત્ર સ્વચ્છતા મુદ્દે સામાન્ય નાગરિકો સામે તડાપીટ બોલાવતું હોય છે. પણ અહીંયા તો ખુદ સરકારી તંત્ર જ સ્વચ્છતાનો ઉલાળીયો કરતું હોય વાડ જ ચીભડા ગળે તેવી હાલત છે. જેમાં મોરબી તાલુકા સેવા સદન અંદર ગંદકીની હાલત જોઈને એમ લાગે છે કે આ તે સેવાસદન છે કે ગંદકીનું ઘર?
મોરબી તાલુકા સેવા સદનની અંદર ગંદકીના થર જામ્યા છે. જોકે બહારથી સરકારી કચેરીઓ રૂડી રૂપાડી લાગે એટલે આ તાલુકા સેવા સદનની બહાર દેખાવ પૂરતી સફાઈની કામગીરી થાય છે. પણ સેવા સદનની અંદર ભાગ્યે જ સફાઈ થાય છે. તેથી, સેવા સદનની અંદર વચ્ચેના ગ્રાઉન્ડમાં ગટર ઉભરાઈ છે અને ગટરના પાણી સતત ઉભરાતા હોવાથી ભારે ગંદકી ફેલાઈ છે. ગંદકીને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ રહે છે. તેથી, સરકારી બાબુઓ અને અરજદારો ઉપર રોગચાળાનું જોખમ ઉદ્દભવ્યું છે. જોકે હાલ અનલોકમાં સરકારી કચેરીઓ ખુલ્લી જતા લોકો રેશનકાર્ડ સહિતની કામગીરી માટે તાલુકા સેવા સદને આવેલ છે.
ઉપરાંત, બોર્ડની પરીક્ષાના પરિણામ આવી જવાથી આગળ અભ્યાસ માટે જરૂરી આવક, જાતિ અને ક્રિમિલયર સર્ટી કઢાવવા માટે વિધાર્થીઓ અને તેના વાલીઓનો પણ સેવા સદનમાં ધસારો રહે છે. આ કામગીરી માટે સેવા સદનની અંદર જે બારીએ જાય છે. ત્યાં જ ગંદકીએ માજા મૂકી છે. જોકે સંબધિત તંત્ર સેવા સદનની બહારની જેમ અંદર પણ નિયમિત સફાઈ કરે તો લોકો મેલરીયા સહિતના રોગોથી બચી શકે એમ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide