મોરબી તાલુકાને લીલા દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા સરપંચ એશો.ની માંગણી

0
35
/

મોરબી: તાજેતરમાં જીલ્લામાં મોરબી તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી ત્વરિત સહાય કરવા માટે મોરબી સરપંચ એસોસિએશન દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી લેખિત રજુઆત કરવામાં આવી હતી જો માંગણી ન સ્વીકારવામાં આવે તો આઠ દિવસ બાદ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

મોરબી સરપંચ એશોએશન દ્વારા આજે મોરબી તાલુકાને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડુતોને નુકશાની પેટે સરકારી ધારા ધોરણ મુજબ સહાય આપવા રજુઆત કરી હતી સરપંચ એશો.દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરાઈ છે કે મોરબી તાલુકામાં અંદાજીત ૨૦૦% થી ૨૫૦% સરેરાસ કરતા વધારે વરસાદ પડેલ છે અને તા . ૦૩/૦૮/૨૦૨૦ થી ૧૫/૦૯/૨૦૨૦ સુધી છેલ્લા દોઢ માસથી સત્ત વરસાદ ના કારણે જરૂરિયાત કરતા અઢી થી ત્રણે ગણો વરસાદ પડલે છે જે આંકડા સરકારી જ છે અને આ હકીકત થી તંત્ર પણ વાકેફ છે અતિ વૃષ્ટિના કારણે ખેડુતોના ઉભા પાકને નુકસાન થયું છે જેમાં તલ , અડદ , મગ , એરડા , બાજરી , જુવાર વગેરે જેવા કે ૧૦૦ % નાસ પામેલ છે તેમજ મગફળી માં પણ વધારે વરસાદ ના કારણે જમીનનમાં ફુગ લાગી જાવાને કારણે ૮૦ % થી ૯૦ % નુકસાન પામેલ છે તો મોરબી તાલુકાનો મુખ્ય પાક કપાસ માં ૮૦ % થી ૯૫ ૪. ઉત્પાદન મળે તેમ છે જે તમામ ખેડૂતોની તકલીફો ને ધ્યાને લઈને મોરબી તાલુકાને તાત્કાલીક લીલો દુષ્કાળ જાહેર કરી ખેડુતોને સરકારી ધારા ધોરણ મુજબ સહાય ચુકવવા રજુઆત કરવામાં આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/