જુના બનાવોની ફરિયાદ નોંધાતા ટુક સમયમાં પોલીસ ગુન્હો ડિટેકટ કર્યાની જાહેરાત કરે એવી પણ શક્યતા
મોરબી : હાલ મોરબી-ટંકારામાં બે મોટરસાયકલની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જો કે જુના બનાવોની ફરિયાદ નોંધાતા ટુક સમયમાં પોલીસ ગુન્હો ડિટેકટ કર્યાની જાહેરાત કરે એવી શક્યતા સેવાઇ રહી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શક્તિ પ્લોટ મેઇન રોડ, પવનસુત એપાર્ટમેન્ટની બાજુમાં, અમુલ નામના મકાનમાં રહેતા ભાવિકભાઇ સેવન્તીલાલ (ઉ.વ.૫૧)એ તા-૧૨ ના સાંજના પાંચ વાગ્યાથી સાડા સાતેક વાગ્યે રફાળેશ્વર ગામ નજીક નંદ પેટ્રોલપંપ તથા દરીયાલાલ રિસોર્ટની વચ્ચે રોડ ઉપર GJ-36-K-4573 નંબરનું મોટરસાયકલ રાખેલ હતું. આ મોટરસાયકલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઈ ગયો હતો. જ્યારે બીજા બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના હીરાપર ગામે રહેતા અંબારામભાઈ પોપટભાઈ સવસાણી (ઉ.વ.૪૮) નું ગત તા.૧૫ ના રોજ હિરાપર ગામે રાખેલ G-J-03-HN-3787 નંબરનું મોટરસાયકલની કોઇ અજાણ્યો ઇસમ ચોરીને લઈ ગયો હતો. આ બન્ને જુના બનાવની હાલ પોલીસે ફરિયાદ નોંધીને બાઈક ચોરને ઝડપી લેવા તપાસ પણ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide