મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મૃત્યુ

0
176
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી પડી 

મોરબી : હાલ મોરબીના ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાના પાસે ટેન્કર બંધ પડ્યા બાદ નીચે જઈને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર ચાલુ થઈ જવાથી ટાયરમા આવી જતા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ઘુંટું ગામે રહેતા ટેન્કર નંબર- જી.જે. ૧૮ એક્સ ૮૬૫૧ વાળાના ડ્રાઇવર વિશાલ વિનુભાઇ અદગામાનું ગત તા.૬ ના રોજ રાત્રિના આશરે સાડા નવેક વાગ્યા વખતે ઘુંટું ગામની સીમમા આવેલ લેન્ઝ સિરામિક કારખાને ટેન્કર બંધ થઇ ગયેલ અને ટેન્કરનો સેલ્ફ લાગતો ન હોય અને પોતે જાણતો હોય કે ટેન્કર ગિયરમા રાખી ડાયરેક્ટ ચાલુ કરે તો આગળ ચાલશે તેમ છતા પોતે ટેન્કર ગિયરમા રાખી ટેન્કર નીચે જઇ ટેન્કરને ડાઇરેક્ટ ચાલુ કરતા ટેન્કર એકદમ ચાલુ થઇ અને આગળ ચાલતા પોતે ટેન્કર નીચે ટાયરમા આવી જતા ટેન્કર ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મોત નિપજયું હતું. આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ એસ.આર.ચાવડા ચલાવી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/