મોરબી : આજે મોરબી તાલુકાના ગાળા ગામ નજીક તસ્કરોએ ત્રણ દુકાનોના તાળા તોડ્યા છે. તેમજ તસ્કરોએ મોબાઈલ, રોકડ અને કપડાંની ચોરી કરી હોવાનું જાણવા મળે છે.
આ બનાવની પ્રાપ્ત વ વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે ગાળા ગામના પાટિયા નજીક તસ્કરોએ ત્રણ દુકાનો પર ત્રાટક્યા છે. ગાળા નજીક કૈલાસ શોપિંગ સેન્ટરમાં આવેલ ‘જીયા મોબાઈલ & સિલેક્શન’ નામની દુકાનમાંથી એક મોબાઈલ, રોકડ રૂ. 300 અને 40 જોડી કપડાંની ચોરી કરી ગયા હતા. તેમજ તસ્કરોએ ક્રિષ્ના મોબાઈલ અને ચાની દુકાનના પણ તાળા તોડ્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના અનેક બનાવ બન્યા છે. ત્યારે આ બનાવને જોતા લાગે છે કે ગામડાઓમાં ચોર ટોળકી ફરી સક્રિય બની છે.
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)
ધ્રોલ: ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરાયેલ છે, પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ખારવા...