મોરબી જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

0
29
/
108, 181ની ટીમે, જિલ્લા ભાજપ પરિવાર, અલગ-અલગ ક્ષેત્રોના અગ્રણીઓ, ઉધોગકારોએ પોતાના કાર્યક્ષેત્રોમાં તેમજ લોકોએ ઘરેબેઠા યોગા કરીને મન તંદુરસ્તી મેળવી

મોરબી : મોરબીમાં ઠેરઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108, 181 ની ટીમ સહિતના અલગ અલગ સરકારી વિભાગો, જિલ્લા ભાજપ પરિવાર, અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓ અને ઉધોગકારોએ પોતાના કાર્યક્ષેત્રોમાં સરકારની ગાઈડ લાઈનના પાલન સાથે તેમજ લોકોએ ઘરેબેઠા યોગા કરીને મન તંદુરસ્તી મેળવી હતી.

કોરોના વાયરસને લઈને લોકોને ઘરેબેઠા જ વિશ્વ યોગ્ય દિવસની ઉજવણી કરવાની કલેકટરે અપીલ કરી હતી. જેથી, આજે મોરબીમાં મોટાભાગના લોકોએ ઘરોમાં રહીને યોગા કર્યા હતા. જ્યારે અલગ અલગ સરકારી વિભાગના કર્મચારીઓએ અને અગ્રણીઓ તેમના ફરજના સ્થળે પણ સરકારની ગાઈડ લાઈનનું પાલન સાથે યોગા કર્યા હતા. જેમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના સ્ટાફ તથા 181 અભયમ ટીમના સ્ટાફ સહિતના વિભાગોના સ્ટાફ દ્વારા ફરજના સ્થળે યોગા કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. ઉપરાંત, મોરબી જિલ્લા ભાજપ અને અલગ અલગ ક્ષેત્રેના અગ્રણીઓ તથા ઉધોગકારોએ પોતા પોતાના કાર્યક્ષેત્રોમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને વિવિધ પ્રકારના યોગ કરીને મન તંદુરસ્તી મેળવી હતી. આર.આર.એસના અગ્રણી ડો. જયંતિ ભાડેશીયા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/