ભારત બંધના એલાનને પગલે આજે સવારથી જ પોલીસનો શહેરમાં ચાંપતો બંદોબસ્ત, અન્ય કોંગ્રેસના તથા આપના આગેવાનોને નજરકેદ કર્યાના ગંભીર આક્ષેપ
મોરબી : આજે કૃષિ સંબધિત ત્રણ વિધેયકોને રદ કરવાની માંગ સાથે આજે મંગળવારે ખેડૂત સંસ્થાઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે. ત્યારે આ બંધના એલાનને પગલે મોરબીમાં આજે સવારેથી જ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ બંધને સમર્થન આપવા માટે દેખાવો કરવા એકઠા થયેલા કોંગ્રેસના 14 આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. તેમજ અન્ય કોંગ્રેસના તથા આપના આગેવાનોને નજરકેદ કર્યાના આક્ષેપ પણ કર્યો છે.
જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બંધને સમર્થન આપવા માટે નગર દરવાજાના ચોકમાં દેખાવો કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો અને દેખાવો કરવા માટે કોંગ્રેસના આગેવાનો નહેરુ ગેઇટ ચોકમાં એકઠા થયા હતા.પરંતુ દેખાવો કરે તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પેટલ, કાર્યકરી પ્રમુખ એલ.એમ.કંઝારીયા, કે.ડી.પડસુબિયા સહિતના 14 જેટલા અગ્રણીઓની અટકાયત કરી હતી. તેમજ પોલીસે અન્ય આગેવાનોને નજરકેદ કર્યા હીવના આક્ષેપ થયા છે. જેમાં કોંગ્રેસના અગ્રણી કે. ડી. બાવરવા, આમ આદમી પાર્ટીના પ્રમુખ મહેશભાઈ રાજ્યગૃરું સહિતના આગેવાનો ગઈકાલેથી જ નજરકેદ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide