મોરબીથી ટાઇલ્સ ભરીને જતી 22 ટ્રકો રાજસ્થાનમાં ડિટેઇન : 29 લાખ રૂપિયાની વસુલાત

0
596
/
તપાસ હજુ ચાલુ હોવાથી હજુ વધુ વસુલાત થવાની શકયતા : બોગસ બીલિંગ કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા

મોરબી : રાજસ્થાન સી.જી.એસ.ટીના પ્રિવેંટિવ સ્ટાફ દ્વારા રાજસ્થાનના પાલી-સંચોર હાઇવે પર ચેકીંગ દરમ્યાન મોરબીથી ટાઇલ્સ ભરીને દિલ્હી-હરિયાણા જઇ રહેલી 22 ટ્રકોને ડિટેઇન કરી તપાસ હાથ ધરતા ઇ-વે બિલ વગર કબૂતર બાજીથી માલ લઈ જતા હોવાનું ખુલતા 29 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બનાવને લઈને બિલ વગર માલ મોકલતા અમુક ટાઇલ્સ યુનિટોમાં ફફડાટ ફેલાયો છે.

મોરબીથી નોર્થ ઇન્ડિયાના રાજ્યોમાં મોકલવામાં આવતી ટાઇલ્સની ટ્રકોમાં મોટાપાયે ગેરરીતિ કરીને સી.જી.એસ.ટીની ચોરીનું વ્યવસ્થિત કૌભાંડ પકડી પાડવામાં આવતા મોરબી સીરામીક એકમોમાં સોંપો પડી ગયો છે. આ બનાવ બાદ મોરબીના જુદા જુદા ટ્રેડરો દ્રારા હરિયાણા અને દિલ્હી સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં બિલ વગર માલ મોકલવામાં આવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રાથમિક તપાસમાં 29 લાખની વસુલાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ પ્રકારની મોડેસ ઓપેન્ડિમાં માત્ર બોગસ બીલ વેચનારી ગેંગ કાર્યરત હોય એવું સામે આવી રહ્યું છેપાલી સી.જી.એસ.ટી. પ્રિવેંટિવ સ્ટાફના આસી. કમિશનર હોમર મેથ્યુની આગેવાની હેઠળની ટિમ દ્વારા ચેકીંગ દરમ્યાન આ હકીકત સામે આવી હતી. હાલ ચેક થઈ ગયેલી અમુક ટ્રકોના માલ પર 29 લાખ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છે. જ્યારે તપાસ હજુ ચાલુ હોય વધુ વસુલાત થવાની શક્યતાઓ જોવાઇ રહી છે. જોકે મોરબી સીરામીક ઉધોગમાં કબૂતર બિલ વેચનાર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે હવે તપાસનો રેલો કોના સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/