સામાજિક કાર્યકર દ્વારા ટેન્ડર, ફી, સ્ટાફ, ડિપોઝીટ સહિતની વિગતો મંગાવાઈ
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીમાં સામાજિક કાર્યકર દ્વારા માહિતી મેળવવાના અધિકાર હેઠળ મેડિકલ કોલેજ અંગે માહિતી આપવા જાહેર માહિતી અધિકારીને અરજી કરી છે.
મોરબીમાં સામાજિક કાર્યકર કાંતિલાલભાઈ બાવરવાએ માહિતીના અધિકાર અધિનીયમ ૨૦૦૫ હેઠળ મેડિકલ કોલેજ અંગે માહિતી મેળવવા અરજી કરી છે. જે અંતર્ગત ટેન્ડર, ફી, સ્ટાફ, ડિપોઝીટ સહિતની નીચે મુજબની વિગતો આપવાની માંગણી કરવામાં આવી છે.
(૧) મોરબી જીલ્લામાં ગ્રીનફિલ્ડમાંથી બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ બનવાવા માટેના ઠરાવની નકલ આપવી
(૨) મોરબી જીલ્લામાં બ્રાઉન ફિલ્ડમાંથી ફરીથી ગ્રીન ફિલ્ડ કોલેજ બનાવવા માટેના કરેલ ઠરાવની નકલ આપવી (જો ગ્રીનફિલ્ડ ના કરેલ હોય તો નથી કરેલ તેમ જણાવવા.)
(૩) મોરબીમાં બ્રાઉન ફિલ્ડ કોલેજ બનાવવા માટે સંસ્થાઓ પાસેથી આપના દ્વારા માંગવામાં આવેલ ઓફરો માટે કેટલી સંસ્થાઓએ ભાગ લીધેલ અને એ સંસ્થાઓના નામ-સરનામા આપવા.
(૪) મોરબીની મેડીકલ કોલેજના બિલ્ડીંગ બનાવામાં માટે આપવામાં આવેલ ટેન્ડર નોટીસની નકલ આપવી.
(૫) મોરબીમાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ ચાલુ કરવા માટે મંગાવેલ ઓફરોની છેલ્લે આજની તારીખે શું સ્થિતિ છે. તેની માહિતી આપવી.
(૬) મોરબીમાં થનાર મેડીકલ કોલેજમાં ક્યારે વિધાર્થીઓનાં એડમીશન ચાલુ થશે તેની સંભવિત તારીખ અને વર્ષ જણાવવા.
(૭) જો સરકારી મેડીકલ કોલેજ બનાવવાની હોય તો તેના માટેના સ્ટાફની ભરતી કરેલ છે? જો હોય તો તેની વિગત આપવી. જો ના તો કયારે કરવામાં આવશે. તેની માહિતી આપવી.
(૮) મોરબી સરકારી મેડીકલ કોલેજ માટેની હોસ્પિટલ ક્યાં બનશે તેની માહિતી આપવી.
(૯) જો મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ જ બનવાની હોય તો જે સંસ્થાઓએ ઓફર કરેલ હોય અને તે બધી જ સંસ્થાઓએ ડીપોઝીટ ભરેલ હોય, તે પરત કરેલ છે કે કેમ? અને જો પરત કરેલ હોય તો તેની વિગત તારીખ અને રકમ સાથે આપવી.
આમ મોરબીમાં મંજુર થયેલી મેડિકલ કોલેજ અંગે હવે સરકારી તંત્ર કેટલી વિગતો આ અરજીના અનુસનધાને આપે છે તે જોવું રહ્યું. કારણ કે જો આ અરજીમાં જે માહિતી મંગાઈ છે એ જો ખરેખર આપવામાં આવે તો મેડિકલ કોલેજ નામે મોરબીમાં ચાલતા રાજકીય ખેલનું વાસ્તવિક ચિત્ર સામે આવી જશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide