ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા આયોજન
મોરબી : હાલ મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા તમાકુના વ્યસન સામે જાગૃતિ અર્થે બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટરની તાલીમ યોજાઈ હતી.
આજ તા.૨૮/૦૩/૨૦૨૨ ના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી દ્વારા જીલ્લા પંચાયત સભાખંડ મોરબી ખાતે તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે મોરબી જીલ્લાના તમામ બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટરની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ, ત્યારબાદ ડીસ્ટ્રીક્ટ ટેનીંગ સેન્ટરના કો-ઓર્ડીનેટર ડો.ધવલ રાઠોડ દ્વારા તમામ તાલીમાર્થીઓને તમાકુના વ્યસનની આર્થિક અસરો, શારીરિક અસરો, તમાકુનું સમાજમાં, રાજ્યમાં દેશમાં પ્રમાણ, તમાકુ છોડવા માટે શું-શું કરી શકાય વગેરે બાબતોને આવરી લેતા પ્રેઝેન્ટેશન દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરેલ હતા.ત્યારબાદ મુખ્ય જાલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ.કત્તીરા દ્વારા મોરબી જીલ્લાની તમામ શાળાને તમાકુ મુક્ત બનાવા માટે તમામ વિભાગો સાથે મળીને કઈ રીતે કાર્ય કરવું તે અંગે વિશેષ ચર્ચા કરેલ હતી. ત્યારબાદ નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સી.સી કાવર દ્વારા તમાકુના વ્યસનનો મુદ્દો, શાળાના એક મૂલ્યાંકન તરીકે આવરી લેવા અને તમાકુ મુક્ત શાળા બનાવવા અને તેની એક સયુંકત યાદી બનાવા અંગે માહિતી આપેલાં કાર્યક્રમના અંતમાં સોશ્યલ વર્કર તેહાન એમ. શેરસીયા દ્વારા કોટપા કાયદાની વિવિધ કલમો અંગે માહિતી આપી હતી અને દરેક વિભાગ સાથે મળીને તમાકુના વ્યસનને દૂર કરવા અનુરોધ કર્યો હતો. તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવાયુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide