(ધીરુભાઈ પડ્સુંબિયા દ્વારા) મોરબી : શહેરથી નજીક આવેલા નાની વાવડી ગામના ગ્રામજનોની ઘણા લાંબા સમયની લાગણી અને માંગણીને ધ્યાને લેતા આજથી ગામમાં સિટી બસ સુવિધાનો પ્રારંભ થયો છે.
નાની વાવડી ગામમાં મોરબી નગરપાલિકા દ્વારા સીટી બસ ચાલુકરી દેવામાં આવી છે. નગરપાલિકા દ્વારા સીટી બસ ચાલુ કરતા ગામ લોકોમાં ઉત્સાહ છવાયો છે. લાંબા સમયની માંગ સંતોષાતા ગ્રામજનોએ ખુશી સાથે એવી ખાત્રી ઉચ્ચારી હતી કે પાલિકાને આ રૂટ પર પૂરતો ટ્રાફિક મળી રહેશે. દર એક કલાકે ગામમાં બસની આવાગમન રહેતા હવે ગ્રામજનોએ ખાનગી ટ્રાન્સપોર્ટેશનો આધાર નહિ રાખવો પડે. સિટી બસ સુવિધા શરૂ થતાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો, બીમાર લોકોને મોરબી આવવા જવામાં ખૂબ મોટી રાહત મળી રહેશે. ગ્રામજનોએ સીટી બસ શરૂ થતાં સીટી બસના ડ્રાયવર અને કાંડક્ટરને મોં મીઠું કરાવીને વધાવ્યા હતા. આ તકે ગામના સરપંચે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખનો આભાર વ્યકત કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide