મોરબી: આજે વર્લ્ડ એઇડ્સ ડે : મોરબીના આરોગ્ય કર્મીઓએ શ્રમિકોને એઇડ્સ વિષે માહિતગાર કરાયા

0
39
/

મોરબી : આજ રોજ તા. 1 ડીસેમ્બર એટલે કે વર્લ્ડ એઇડ્સ ડે. આ દિવસ નિમિત્તે મોરબીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા શ્રમિક વસાહતના લોકોને એઇડ્સ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ કઇ રીતે HIV વાયરસનો ચેપ લાગી શકે છે અને ચેપ ના લાગે એ માટે શું સાવચેતી રાખવી એની માહિતી આપવામાં આવી હતી.

મોરબીની મોબાઈલ હેલ્થ ટીમના ડોકટર રૂચિ જાની, પાઇલોટ રવિભાઇ કુબાવત, લેબ ટેકનીશ્યન કૌશિકભાઇ પટેલ દ્વારા એઈડ્સ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ ધન્વંતરી આરોગ્ય રથના ડોક્ટર નિર્મલા ડાભી, પાઇલોટ જેન્તીભાઇ સાકરીયા, પેરમેડિક મુકેશભાઈ પરમાર અને લેબ ટેકનીશ્યન રિંકલ પંચાલએ મહેનત અને જહેમત ઉઠાવી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/