મોરબીમાં કાલે સાંજે 6 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ સુધી વરસાદ નોંધાયો

0
22
/

મોરબી : ગઈકાલે મોરબી જિલ્લામાં શનિવારે બપોરે ધીમીધારે શરૂ થયેલી મેઘસવારી આજે રવિવારે પણ યથાવત રહી હતી. જિલ્લામાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ વચ્ચે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. માળીયા, ટંકારા અને વાંકાનેરમાં વધુ એકથી દોઢ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. જ્યારે મોરબી અને હળવદમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

મોરબી જિલ્લામાં જાણે હવે ચોમાસુ બેસી ગયું હોય એમ વરસાદી માહોલ બરાબર જામી રહ્યો છે. ગઈકાલે શનિવારે બપોરે જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ હતી અને ગઈકાલે સાંજ સુધી ધોધમાર વરસાદ પડ્યા બાદ આજે સવારે ફરી મેધો મંડાયો હતો. આજે બોપરના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે આજે સવારથી જ દિવસભર ધીમીધારે મેઘરાજા હેત વરસાવ્યું હતું. જેમાં જિલ્લા કંટ્રોલમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ આજે સવારે 6 થી સાંજના 6 દરમિયાન માળીયામાં 36 મિમી એટલે કે દોઢ ઈંચ, વાંકાનેરમાં 31 મિમી એટલે સવા ઈંચ અને ટંકારામાં 33 મિમી એટલે કે દોઢ ઈચ જેવો વરસાદ પડ્યો હતો.જ્યારે હળવદ અને મોરબી પંથકમાં છુટા છવાયા દિવસભર ઝાપટા પડ્યા હતા. સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થતા આગોતરા વાવેતર કરનાર ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/