મોરબીમાં કાલે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિદાન સારવાર કેમ્પ યોજાશે

0
163
/

મોરબી : આગામી તા.8/4/2022ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ત્રાજપર રોડ, ટીબી હોસ્પિટલ પાછળ, મોરબી-2 ખાતે મેગા નિદાન સારવાર કેમ્પ યોજાશે.

કેમ્પમાં મોટાભાગના રોગોની સારવાર તથા માર્ગદર્શન તદ્દન મફત આપવામાં આવશે. આ કેમ્પમાં પાચનતંત્ર, ચામડીના રોગો, આધાશીશી, વાળના રોગો, શ્વસનતંત્રના રોગો વગેરે રોગો માટે આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન સારવાર કરવામાં આવશે.આ ઉપરાંત ઘર આંગણાની તથા ઔષધીય વનસ્પતિ પ્રદર્શન, રસોડાના ઔષધીય મસાલાની ઉપયોગીતા, પ્રતિકારક શક્તિ વર્ધક ઔષધિ વિતરણ, ઉકાળા, શમશમની વટી, આર્સેનિક આલ્બમ 30 વિતરણ, સાંધાના રોગો માટે અગ્નિકર્મ સારવાર, મસા નિર્મૂલન અને કપાસી માટે કોટરી મશીન તથા અગ્નિકર્મ સારવાર, પંચકર્મ સારવાર તેમજ સ્વાસ્થ્ય વૃત પ્રદર્શન અને માર્ગદર્શન આપવામાં આવશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/