મોરબીમાં આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ

0
462
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીઃ આજે મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગર સ્થિત રામજી મંદિર ખાતે આવતીકાલથી રાત્રી રામપારાયણ કથાનો શુભારંભ થવા જઈ રહ્યો છે. 2 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ચાલનારી આ શ્રી રામચરિત માનસ રામપારાયણ પ્રેમયજ્ઞમાં પધારવા માટે જાહેર જનતાને શ્રી ગોકુળનગર રામજી મંદિર સમિતિ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

આવતીકાલ તારીખ 2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રિનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે ચૈત્ર સુદ-1 ને તારીખ 2 એપ્રિલ, શનિવારથી ચૈત્ર સુદ રામનવમી ને તારીખ 10 એપ્રિલ, રવિવાર સુધી મોરબીના શનાળા રોડ પર આવેલા ગોકુળનગરના રામજી મંદિર ખાતે શ્રી રામચરિત માનસ રામપારાયણ પ્રેમયજ્ઞ યોજાનાર છે. આ કથાનો સમય રાત્રે 9 થી 12 કલાકનો રાખવામાં આવ્યો છે. ગોકુળનગર ગામના આંગણે પ્રથમ વખત રાત્રીના સમયે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં વ્યાસપીઠ પર વક્તા બ્રહ્મલીન પ.પૂ. સંતશ્રી સીતારામજી બાપુના સુપુત્ર મહંતશ્રી હસુબાપુ રવિભાણ (વનથળ વાળા) બિરાજમાન થશે.

શ્રી રામચરિત માનસ રામપારાયણ પ્રેમયજ્ઞ દરમિયાન દરરોજ વિવિધ પાવન પ્રસંગો યોજાશે જેમાં શિવ વિવાહ, રામ જન્મ, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, હનુમાનજી પ્રાગટ્ય, રામેશ્વર સ્થાપના, રામરાજ્યાભિષેક અને પૂર્ણાહૂતિની મહાઆરતી યોજાશે. આ કથાનું અમૃતરસપાન કરવા માટે સર્વે નગરજનો તથા ભક્તજનો તેમજ આજુબાજુના તમામ વિસ્તારના મહિલા મંડળોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/