મોરબીમાં કાલે રાજ્યભરના કાન, નાક અને ગળાના તબીબો : ઓપરેશનનો લાઈવ વર્કશોપ

0
53
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ મોરબીમાં આવતીકાલે તા.26ને રવિવારના રોજ રાજ્યભરના કાન, નાક અને ગળાના નિષ્ણાત તબીબો લાઈવ ઓપરેશન વર્કશોપમાં ભાગ લેશે.

મોરબીની ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલમાં આવતીકાલે તા.26ને રવિવારના રોજ કાનના ઓપરેશનનો લાઈવ વર્કશોપ યોજાવાનો છે.જેમાં સમગ્ર ગુજરાતમાંથી 105 જેટલા કાન-નાક-ગળાના ડોક્ટર્સ કોન્ફરન્સ હોલમાં હાજર રહી લાઈવ સર્જરી નિહાળશે.મોરબીની ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલમાં અત્યાર સુધીનો ત્રીજો લાઈવ વર્કશોપ છે.આવા વર્કશોપનું દર વર્ષે એકવાર આયોજન કરવામાં આવે છે.

ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલમાં આવતીકાલે કાનના અલગ અલગ જાતના પાંચ ઓપરેશન કરવામાં આવશે.આ ઓપરેશન અમદાવાદ અને સમગ્ર ગુજરાતના નામાંકિત ડો.સુરેશ પટેલ કરશે.આ વર્કશોપનો હેતુ જુનિયર ડોક્ટર્સને નવી ટેકનીક શીખવવી અને જુનિયર ડોક્ટર્સ નવી ટેકનીક દર્દીમાં એપ્લાય કરી શકે એ હેતુથી વર્કશોપ યોજવામાં આવે છે.તેવું ડો.હિતેશ પટેલ અને ડો.પ્રેયસ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/