[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબી ઉમિયા સર્કલે આવેલ 108 ફૂટ ઉંચો રાષ્ટ્રધ્વજ આજે ફાટી ગયો હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતા જ નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ તાત્કાલિક અસરથી રાષ્ટ્રધ્વજ બદલવા કાર્યવાહી કરાવી છે અને પવનના કારણે રાષ્ટ્ર ધ્વજ ક્ષતિગ્રસ્ત થયો હોવાનું સતાવાર રીતે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઉમિયા સર્કલે આવેલ આન, બાન અને શાનથી લહેરાતો રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોય રાષ્ટ્રધ્વજની ગરિમા ન જળવાતા જાગૃત નાગરિકો દ્વારા તાકીદે રાષ્ટ્રધ્વજ બદલવા માંગ કરવામાં આવી હોવાના અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયા બાદ મોરબી પાલિકાના ચીફ ઓફિસર તુરત જ હરકતમાં આવ્યા હતા. અને નગરપાલિકાના જવાબદાર સ્ટાફને દોડાવી ફાટી ગયેલા રાષ્ટ્રધ્વજને સન્માન પૂર્વક ઉતરાવી લઇ નવો રાષ્ટ્ર ધ્વજ લહેરાવવા માટે કાર્યવાહી કરાવી હતી. વધુમાં રાષ્ટ્રધ્વજ પવનના કારણે ક્ષતિગ્રસ્ત થયો હોવાનું પણ સતાવાર રીતે ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide