શંકાસ્પદ દર્દીમાં રાજકોટ સિવિલમાં દાખલ મોરબીની 5 મહિનાની બાળકી અને ચરાડવાના 54 વર્ષ પુરુષનો સમાવેશ
મોરબી : મોરબીમાં મંગળવારે લેવાયેલા તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે વધુ બે શંકાસ્પદ દર્દી સહિત 59 લોકોના કોરોના ટેસ્ટ સેમ્પલ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમના રિપોર્ટ આવતીકાલે ગુરુવારે આવશે.મોરબી જિલ્લામાં લેવાયેલા 59 સેમ્પલમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા અને હાલ રાજકોટ સિવિલમાં દાખલ મોરબીની 5 મહિનાની બાળકી અને ચરાડવાના 54 વર્ષ પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં આજે 57 લોકોના રૂટિન સ્ક્રીનીંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજે લેવાયેલા કુલ 59 સેમ્પલનો રિપોર્ટ કાલે ગુરુવારે સાંજ સુધીમાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide