મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં યુટીલીટી વાહન ચાલકે બે આશાસ્પદ યુવાનોને હડફેટે લેતા બન્નેના મોત નિપજ્યા છે.આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક સીધેશ્વર મહાદેવ મંદિર પાસે જામનગર હાઇવે ઉપર મોડપર ગામ જવાના રસ્તે હિતેશભાઈ ડાયાભાઇ વસાણી ઉ.વ.35 અને વશરામભાઈ શંકરભાઇ સારલા ઉ.વ.35 નામના બે યુવાનો આજે બપોરના 3 વાગ્યાની આસપાસ ઉભા હતા.તે સમયે જી.જે.36 ટી.3897 નબરની યુટીલીટીના ચાલકે હડફેટે લેતા આ બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા.હિતેશભાઈ મોડપર ગામે જ રહેતા હતા અને વશરામભાઈ તેમના મિત્ર હતા અને વશરામભાઈનું મોડપર ગામે મોસાળ હોય અહીંયા આવ્યા હતા.જ્યારે હિતેશભાઈની બહેનની પુણ્યતિથિ હોવાથી બટુકભોજન કરવા માટે સમાન લઈને રિર્ટન આવતા હતા.જ્યારે અન્ય ત્રીજો યુવાન બાઇક લઈને થોડે દુર ઉભો હતો.તે બચી ગયો હતો.જ્યારે આ બે યુવાનો યુટીલિટીની હડફેટે ચડી જતા બન્નેના મોત થયા હતા. મૃતક વશરામભાઈ પરિણીત છે અને તેમના બે સંતોનો હોવાનું જાણવા મળેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide

























