[ધર્મેન્દ્ર બરાસરા] મોરબી : હાલ આજે તા. 1 એપ્રિલના રોજ મોરબીમાં વરિયા પ્રજાપતિ બોર્ડીંગ દ્વારા કોરોના રસિકરણ કેમ્પનું વરિયા બોર્ડિંગ સો-ઓરડી મુકામે આયોજન કરાયું હતું. સરકારી નિયમ મુજબ હાલમાં 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આથી, આ કેમ્પમાં પ્રજાપતિ સમાજના 45 વર્ષથી વધુ ઉંમરના 200થી વધારે લોકોએ રસીકરણનો લાભ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, વોર્ડ નં. ૪ કાઉનશીલર મનસુખભાઇ બરાસરા, ગિરિરાજસિંહ ઝાલા, સુરેશભાઈ સિરોહીયા, વરિયા બોર્ડિંગ પ્રમુખ પ્રવીણભાઈ વારનેશિયા, મોરબી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ પ્રમુખ ગોકળભાઇ ભોરણીયા, નાથાભાઈ સવાડિયા, લવજીભાઈ બારેજીયા, દસુભા ઝાલા, પ્રવીણભાઈ અવચરભાઈ વારનેશિયા, ઈશ્વરભાઈ નારણીયા, પંકજભાઈ વારનેશિયા, કાંતિલાલ કણસાગરા તેમજ દરેક સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide