કોરોના વૈશ્વિક મહામારીના કારણે હમણા છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ મોરબીમા ઝડપભેર વધી રહયુ છે ત્યારે નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબીના માર્ગદર્શન તેમજ સુચના અંતર્ગત સરકારી આયુર્વેદ દવાખાના, જનરલ હોસ્પિટલ, મોરબી દ્વારા અને જય ગુરૂદેવ ગ્રૃપ -મોરબીના સહયોગથી પાંચ દિવસ સુધી કોરોના સામે રક્ષણ મેળવવા માટે સ્વાસ્થ્યવર્ધક અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનુ વિનામુલ્યે(ફ્રી) વિતરણનો કેમ્પ રાખેલ હોય તો દરેક વ્યક્તિ એ પરિવારજનો સહિત બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.
ઉકાળો વિતરણ તારીખ ૯/૧૦/૨૦૨૦ શુક્રવારથી ૧૩/૧૦/૨૦૨૦ મંગળવાર સુધી
સમય: સવારે ૭ થી ૯
સ્થળ: શ્રી વરીયા માતાજી મંદિર સો-ઓરડી વરીયા નગર મોરબી-૨
નોંધ:દરેક વ્યક્તિ એ માસ્ક અથવા રૂમાલ ફરજીયાત બાધીને આવવાનું રહેશે તેમજ સોશ્યલ ડીસ્ટન્સીગ જાળવવાનુ રહેશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide