રેલ્વે તંત્રએ રેલ્વે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કર્યા બાદ વધારાનો સમાન રોડ ઉપર છોડી દેતા અકસ્માતનો ભય
મોરબી : હાલ માળીયાના વવાણીયાથી મોટા દહીંસરા રેલ્વેટ્રેક પર રેલ્વે તંત્રની આંડોડાઈ સામે આવી છે. જેમાં રેલ્વે તંત્રએ રેલ્વે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કર્યા બાદ વધારાનો રોમટીરીયલ સહિતનો સમાન રોડ ઉપર છોડી દેતા અને સામેની બાજુએ ગાંડા બાવળે જગ્યા રોકી લેતા સિંગલ પટ્ટીનો માર્ગ અતિશય સાંકડો થઈ જતા અકસ્માતનો ભય ઝળુંબી રહ્યો છે.
માળીયાના વવાણીયાથી મોટા દહીંસરાને જોડતો રોડ પર રેલ્વે દ્વારા થોડા સમય પહેલા રેલવે લાઈન ઉપર સેફટી બેરીગેટની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. છતાં હજુ સુધી રેલવે લાઈનની બાજુમાં રો મટીરીયલ તથા સિમેન્ટનો માલ સામાનનો રોડ પર પથારો પડ્યો છે. રોડ ઉપર માટી સહિતનો પથારો પડ્યો હોય લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે. જેમાં રોડની આ સાઈડમાં બિનજરૂરી માલ સમાનનો પથારો પડ્યો છે અને રોડની સામેની બાજુએ ગાંડા બાવળે જગ્યા રોકી લીધી છે.આથી સિંગલ પટ્ટીનો.માર્ગ ઘણો જ સાંકડો પડી ગયો છે જેથી લોકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ બાબતે અનેક રજુઆત કરવા છતાં આ ગંભીર સમસ્યાનું નિરાકરણ ન આવતા ફરી એકવાર જાગૃત નાગરીકે તંત્ર સમક્ષ યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide