હાલ લોહાણાપરા વિસ્તારમાં શાક માર્કેટ તેમજ કરિયાણા, કટલેરીની ખરીદી માટે આવતા લોકોને અને વેપારીઓ ત્રાહિમામ
મોરબી : હાલ મોરબી શહેરના હાર્દ સમા શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં નગરપાલિકાની ગટરો કાયમી ઉભરાતી હોય લોકો ગારા, કીચડ અને ગટરના પાણીમાં ચાલવા મજબુર બન્યા છે. ત્યારે ઉભરાતી ગટર પ્રશ્ને આ વિસ્તારના વેપારીઓ અને રહીશો દ્વારા પાલિકા તંત્ર ગંદકીનો ઉકેલ લાવવવાની માંગણી કરી રહ્યા છે.
મોરબી શહેરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા કાયમી બની છે ત્યારે શહેરના લોહાણાપરા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ઉભરાતી ગટરના પાણી બંધ કરવામાં ન આવતા તમામ શેરીઓમાં ગારા, કીચડના થર જમ્યા છે અને સતત વહેતા ગંદા પાણીમાંથી ના છૂટકે પસાર થવા લોકો મજબુર બન્યા છે.
ઉલ્લેખનીય છે કે અહીં શાકમાર્કેટ આવેલી હોય લોકોને મને-કમને અહીં આવવું જ પડે છે. ઉપરાંત, અહીં કટલેરી,કરિયાણું તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓનું માર્કેટ હોય 100 જેટલા વેપારીઓને પણ ગંદકી વચ્ચે જ વ્યાપાર ધંધો કરવો પડે છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે ચોમાસુ શરૂ થતા જ મુખ્ય શાકમાર્કેટમાં વરસાદી પાણીની સાથે-સાથે ગટરના પાણી જમા થઇ જતા હોય ચાર મહિના દરમિયાન લોકોને શાકભાજી લેવા આવવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે.
આ સંજોગોમાં પાલિકાના સત્તાધીશો ચોમાસુ જામે તે પહેલા જ ગટરની યોગ્ય સફાઈ કરાવી વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવે તેવું વેપારીઓ અને જાગૃત જનતા ઈચ્છી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide