મોરબી : મોરબીવાસીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અંતે તે દિવસ આજે આવ્યો છે. વર્ષના પ્રથમ દિવસે જ મોરબીને સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.
સંદેશના અહેવાલ મુજબ ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતના સ્થાનિકોને ભેટ આપી છે. રાજ્ય સરકારે 9 મનપાને મંજૂરી આપી છે. જેમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી આપી છે.આજે કેબિનેટ બેઠક હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે પૂર્ણ થઈ છે.રાજ્યમાં વધુ 9 મહાપાલિકાનો ઉમેરો થઈ ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અધિકારીઓની સંભવિત નિમણૂંક સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દીધી છે. એવી માહિતી પણ મળી છે કે, હાલના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોને પણ મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે. નવી મહાપાલિકાને વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવનાર છે. રાજયમાં પહેલાથી જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર આટલી મહાપાલિકા છે.ગુજરાતનો વિકાસ દિવસેને દિવસે થઈ રહ્યો છે. જેમાં તાલુકા વધવા લાગ્યા અને વસ્તી વધવા લાગી તેમ સરકાર પણ નિર્ણય લઈ રહી છે.નવી કોર્પોરેશન બનશે એટલે વિવિધ વિકાસશીલ પાયાની જરૂરીયાતો પણ પૂર્ણ થશે.હવેથી ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચાવિમર્શ પછી બનાસકાંઠાના વિભાજનની મંજૂરી આપી દેવાઈ છે. બનાસકાંઠાના વિભાજન સાથે જ થરાદને નવો જિલ્લો જાહેર કરાય તેવી શક્યતા છે. જો કે આ નિર્ણયની આખરી જાહેરાત મુખ્યમંત્રી દ્વારા સાંજ સુધીમાં થશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરી શકાય છે. હાલ બનાસકાંઠામાં 14 તાલુકા છે, જેમાંથી આઠને વાવ-થરાદમાં સમાવેશ કરીને નવો જિલ્લો જાહેર કરાઈ શકે છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે તેવી પણ સંભાવના છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide