(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબીનો ઘડિયાળ અને ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડસ્ટ્રીઝમાં આગવું સ્થાન ધરાવે છે અને મોરબીના ઉદ્યોગ સાહસિકો મોરબીને ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં પણ હબ બનાવવા સક્ષમ છે મોરબીની કલોક અને ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડસ્ટ્રીઝના ૩૫૦ થી વધારે યુનિટો અને અંદાજે ૩૫ હજાર થી વધુ વર્ક ફોર્સને ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ માટે મોરબીને હબ/ક્લસ્ટર ડેવલોપ કરી સકે તેમ હોય જે મામલે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે
મોરબીના અજંતા-ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી કલોક ઇન્ડસ્ટ્રીઝ મોરબી ખાતે છેલ્લા ૫૦ વર્ષથી વોલ કલોક અને ઇલેક્ટ્રોનીક્સ પ્રોડક્ટ બનાવે છે ૩૫૦ થી વધારે ઇન્ડસ્ટ્રીઝ અને ૩૫ હજારથી વધુ કુશળ કારીગરો અને ૮૦ ટકા મહિલા કામદારો સાથે ઉદ્યોગ અગેસર છે દર મહીને ૧૫ મીલીયન PCS મેન્યુફેક્ચરિંગ કરવાની કેપેસીટી મોરબી ધરાવે છે ટોયઝ મેન્યુફેક્ચરિંગ માટે મોરબી એક અગત્યનું અને મહત્વનું લોકેશન બની સકે તેમ છે મોરબી ખાતે કલોક મેન્યુફેકચર્સ એલાઈન્સ ટોયઝ મેન્યુફેક્ચરિંગમાં મેક ઇન મોરબી ના સ્લોગન સાથે મોરબીને હબ બનાવવા કમર કસી ચુક્યા છે
વડાપ્રધાનના આત્મ નિર્ભર ભારત અને ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપ કરવાના સ્વપ્નને મોરબીના ઉદ્યોગપતિઓ સાકાર કરવા થનગની રહ્યા છે ગુજરાત સરકાર સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ માટે નવી ઇન્ડસ્ટ્રીઝ પોલીસી ૨૦૨૦ જાહેર કરી છે તેમાં આપેલ લાભો મોરબી કલોક મેન્યુફેક્ચરિંગ એલાઈન્સના બધા મેમ્બરોને સમાવવામાં આવે તો મોરબી ઓછા સમયમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝમાં હબ બની સકે છે હાલના સંજોગોમાં વેપાર ધંધા ઓછા છે ૫૦ ટકા ઓછી કેપેસીટીથી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે તેવા સમયમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીઝના વિકાસથી મોરબીના કલોક ઉદ્યોગને બુસ્ટr મળી જશે નવા રોકાણથી માર્કેટમાં સુધારો થશે જે અંગે પ્રતિનિધિ મંડળ રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને મોરબીને ટોયઝ ઇન્ડસ્ટ્રીઝ હબ બનાવવા ઉદ્યોગપતિએ આશાવાદ વ્યક્ત કરેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide