મોરબી : બુધવારે નવા 14 કેસ, એકનું મોત, સાત લોકો સાજા

0
286
/

આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો : જેમાથી 60 લોકો સાજા થયા અને 82 લોકો સારવાર હેઠળ : 8 લોકોના મૃત્યુ થયા

મોરબી : મોરબી જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 14 કેસ નવા જાહેર થયા હતા. તેમજ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આજે સાત લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં આજે બુધવારે મોરબી તાલુકામાં 11, હળવદમાં 2 અને એક કેસ ટંકારામાં નોંધાયો હતો. આજે આખા દિવસમાં કુલ 14 કેસ નોંધાયા હતા. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન રાજકોટ મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કુલ સાત લોકો સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં મોરબીના વસંત પ્લોટમાં રહેતા 74 વર્ષના પુરુષ, પારેખશેરીમાં રહેતા 85 વર્ષના મહિલા, સિદ્ધિવિનાયક પાર્ક,રવાપર રોડ પર રહેતા 65 વર્ષના પુરુષ, મોરબીના રવાપર ગામમાં રહેતા 50 વર્ષના પુરુષ અને ખરેડા ગામના 58 વર્ષના પુરુષ તથા હળવદમાં વણીયાવાસમાં રહેતા 67 વર્ષના પુરુષ કોરોનામાંથી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો હતો. જેમાથી 60 લોકો સાજા થઈ ગયા છે અને 82 લોકો સારવાર હેઠળ છે. તેમજ 8 લોકોના મૃત્યુ થયેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/