કોરોનાનું સંક્રમણ ટાળવા આજથી બપોરના બે વાગ્યે પછી દુકાનો બંધ રાખવાના નિર્ણયને જબરદસ્ત લોકસમર્થન
મોરબી : હાલ મોરબીમાં કોરોના મહામારી હાહાકાર મચાવી રહી છે ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અનાજ કરીયાણાના હોલસેલરોએ આજે સોમવારથી અડધો દિવસ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય જાહેર કર્યો હતો. નિર્ણયને જબરદસ્ત સમર્થન મળ્યું હોય એમ આજે બપોરના બે પછી મોરબીના અનાજ કરીયાણાની હોલસેલ દુકાનો સજ્જડ બંધ રહી હતી.
મોરબીના તેલ, ગોળ, કઠોળ સહિતના અનાજ કરીયાણાના 80 જેટલા હોલસેલરો છે. મોટાભાગના અનાજ કરીયાણાના હોલસેલરોની શહેરમાં નવા ડેલા રોડ ઉપર દુકાનો આવેલી છે ત્યારે આ અનાજ કરીયાણાના હોલસેલરોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આજે સોમવારે બપોરના 2 પછી દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયને સંપૂર્ણપણે સમર્થન મળ્યું હોય એમ આજે બપોરે 2 વાગ્યા પછી મોટાભાગની અનાજ-કરીયાણાની હોલસેલ દુકાનો બંધ રહી હતી. સતત ધમધમતો નવા ડેલા રોડ ઉપર આવેલી હોલસેલની દુકાનો બપોર પછી બંધ રહેતા આ વિસ્તારમાં સુમસામ જોવા મળ્યો હતો અને ચહલપહલ બિલકુલ ઓછી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બપોરે પછી મોટાભાગની અનાજ-કરીયાણાની હોલસેલ દુકાનો જ બંધ રહી હતી એ સિવાયની દુકાનો ખુલ્લી જોવા મળી હતી જેમાં છૂટક ચીજવસ્તુઓની તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. હજુ છૂટક વેપારીઓ અને અન્ય વસ્તુઓના વેપારીઓએ અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide