ગતરાત્રે જીઆઇડીસી પાસે થયેલા હુમલા બાદ ઈજાગ્રસ્તને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ પણ ખસેડાયો
મોરબી : આજે મોરબી નગરપાલિકાના મહિલા કાઉન્સિલરના પુત્ર ઉપર જીઆઇડીસી પાસે ગતરાત્રે અજાણ્યા શખ્સોએ તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં યુવાનને ઇજાઓ થવાથી તેને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નગરપાલિકાના કાઉન્સિલર અને શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ વિસ્તારમાં રહેતા લાભુબેન ક્લોતરાના પુત્ર હિરેનભાઈ પરબતભાઈ ક્લોતરા (ઉ.વ.28) ગઈકાલે રાત્રે જીઆઇડીસી પાસે હતા.તે સમયે કોઈ બાબતનો ખાર રાખી અજાણ્યા શખ્સોએ તેની ઉપર તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો.આથી આ હુમલામાં ઘવાયેલા હિરેનભાઈને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide