મોરબી યાર્ડમાં ધીંગું મતદાન : ખરીદ-વેચાણ સંઘનું 100 % મતદાન

0
198
/

મોરબી : હાલ ભાજપ અને કોંગ્રસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં સવારથી ત્રણેય વિભાગોમાં મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કરતા સાંજ સુધીમાં ખેડૂત વિભાગમાં 93 ટકા, વેપારી વિભાગમાં 95 ટકા અને ખરીદ-વેચાણ સંઘ વિભાગમાં 100 ટકા જેવું ધીંગું મતદાન નોંધાયું છે.

બે દાયકા જેટલા લાંબા સમયગાળા બાદ આજે મોરબી માર્કેટિંગ યાર્ડના હોદેદારો માટે યોજાયેલ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે નોંધાયેલ 1468 પૈકી 1375 મતદારોએ મતદાન કરતા 93.60 ટકા મતદાન થયું હતું. જયારે વેપારી વિભાગની 4 બેઠક માટે નોંધાયેલ 143 મતદાર પૈકી 132 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા 92.30 ટકા મતદાન નોંધાયું હતું. ઉપરાંત ખરીદ વેચાણ સંઘની 2 બેઠક માટે નોંધાયેલ 35 મતદારો પૈકી તમામ 35 મતદારોએ મતદાન કરતા 100 ટકા જેટલું મતદાન થયું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/