મોરબી : હાલ મોરબી જિલ્લાના ગોકુલનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા ગાયત્રી યજ્ઞના આયોજન સાથે 1700 રોપનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોકુલનગર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા ગાયત્રી યજ્ઞ અને ગૃહ ઉપયોગી અને સ્વાથ્યવર્ધક છોડનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. ગાયત્રી યજ્ઞમા ૧૨૦ શ્રધ્ધાળુઓએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘના સેવા ભરતી વિભાગ દ્વારા ૧૭૦૦ છોડના રોપા જેવા કે તુલસી, કુંવારપાઠું, ચીની ગુલાબ, મીઠો લીમડો, અપરાજિત, ચણોઠી, પાન ફૂટી જેવા અલગ અલગ ૧૭ જેટલી પ્રકારના ગૃહ ઉપયોગી અને સ્વાસ્થ્યવર્ધક છોડનું નિ:શુલ્ક વિતરણ ૨૦ સ્વયંસેવકો દ્વારા કરવામા આવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide