મોરબી : યુવાન દારૂની બાર બોટલ સાથે ઝડપાયો

0
141
/

મોરબી: મોરબીના પંચાસર ગામ પાસે અમરાપર ગામ વાળા રસ્તા પર એક યુવક બાઈક લઈને નીકળ્યો હતો ત્યાં મોરબી પોલીસને મળેલી બાતમીના આધારે યુવકની તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બાર બોટલ તથા બાઈક મળીને 23,600નો મુદ્દામાલ ઝડપીને યુવકની ઘડપકડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના પંચાસર ગામથી અમરાપર ગામ તરફ જતા રસ્તા પર પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે ત્યાં ખેતર પાસેથી બાઈક લઈને નીકળી રહેલા પરાક્રમસિંહ ખુમાનસિંહ જાડેજા નામના 28 વર્ષીય યુવકને અટકાવી તેની તપાસ કરતા તેની પાસેથી રૂ.3600ના કિંમતની વિદેશી દારૂની બાર બોટલ તથા 20 હજારની કિંમતનું બાઈક મળીને કુલ રૂ. 23,600ના મુદ્દામાલ સાથે દારૂના ગુના હેઠળ યુવકની ધરપકડ કરી મોરબી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/