રાતાવીરડો ગામે મોબાઈલ ચોરીના શંકમદને માર મારતા સ્થાનિકો પાસેથી છોડવીને મકનસર પાસે પુછપરછના નામે માર માર મર્યાનું ખુલ્યું : અન્ય ચારથી વધુ આરોપીની ધરપકડના એંધાણ
મોરબી : મોરબીના મકનસર નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર નજીક થયેલ એક યુવાનની હત્યાના બનાવમાં સાઈટ સુપરવાઇઝરે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં જ એક પોલીસકર્મી અને પાંચ જીઆરડી મળી કુલ છ ઈસમોએ હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે પોલીસે આ હત્યાના ગુનામાં એક પોલીસ કર્મી અને બે જીઆરડી જવાનની ધરપડક કરી છે.મોબાઈલ ચોરીના આ શકમંદ શખ્સને માર માર્યો હોવાનું ખુલ્યું છે હજુ ચારથી વધુ આરોપીઓની ધરપકડ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
મોરબીમાં ગઈકાલે સાંજે મોરબી તાલુકાના મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટરમાં કામ કરતા મજૂરની ઓરડી પાછળથી ૨૫ થી ૨૭ વર્ષના યુવકનો મૃતદેહ પડ્યો હોવાની મોરબી તાલુકા પોલીસને સાઈટ સુપરવાઈઝર દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેને પગલે મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલા, ડીવાયએસપી બન્નો જોશી, મોરબી તાલુકાના નવનિયુક્ત પીએસઆઇ એમ.વી.પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની હકીકત જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મોરબીના નવનિર્મિત પોલીસ હેડક્વાર્ટરના કોન્ટ્રાક્ટ રાખનાર ભુજની શ્રી શક્તિ કન્સ્ટ્રકશન સાઈટ પરના સુપરવાઇઝર રાકેશ છોટાલાલ રાઠોડ મૂળ ન્યુ તલવાણા તા.માંડવી જી.કચ્છ વાળા એ પોલીસમથકે ફરિયાદ નોધવી હતી.
એક પોલીસકર્મી અને પાંચ જીઆરડી જવાનો વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં સુપરવાઈઝર દ્વારા જણાવાયું છે કે તા.૨૪ એટલે કે ગઈકાલે બપોરે સાડા અગિયારેક વાગ્યે રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ એન્ટિક સિરામીકમાંથી કેમિકલ લઈને પરત આવતો હતો એ દરમ્યાન પોલીસ હેડકવાટરની સાઈટ પર ફરજ બજાવતા અને અમારી સાઈટ પર આટા ફેરા કરતાં પોલીસકર્મી કિશોરભાઈ અને તેની સાથે નોકરી કરતા જીઆરડી જવાન દેગામાં કમલેશ અને હાર્દીક ઉર્ફે લાલો બરાસરા અને અન્ય ત્રણ જીઆરડી જવાનો મળી પ્લાસ્ટિક ના પાઈપ વડે મેલડી માતાજીના મંદિર પાસે આશરે ૨૫ થી ૨૭ વર્ષના યુવાનને આડેધડ માર મારતા હતા અને મારે કેમિકલ સાઈટ પર તાત્કાલિક પહોચાડવાનું હોય હું ત્યાંથી આગળ નીકળી ગયો હતો અને બાદમાં બપોરના બે વાગ્યે અમે રસોડા પર જમવા જતા રહ્યા હતા જમીને આશરે સાડા ત્રણેક વાગ્યે હું મારા વાસણ ધોવા માટે ઓરડી પાછળ ગયો ત્યાં કિશોરભાઈ પોલીસ વાળા અને જીઆરડી જવાનો આડેધડ માર મારતા હતા એ યુવાન ત્યાં પડ્યો હતો અને મારી સાથે કામ કરતાં કૈલાશ મકવાણા નજીક જઈ જોતા આ અજાણ્યો યુવાન અત્યંત પીડાથી કણસતો હતો. જેથી અમે અમારા સાઈટના એન્જીનીયર નરેશભાઈને વાત કરતા તેઓએ હેડક્વાર્ટરનાના આરએસઆઈ મુધવાને ફોન કરવાનું કહેતા અમે તેઓને પણ ફોન થી જાણ કરેલ હતી અને બાદમાં મારી સાથે સાઈટ પર રહેલા હિરેન ભાનુશાલી એ ૧૦૮ માં ફોન કર્યો હતો, પરંતુ ૧૦૮ને ફોન લાગતો નહતો. એ સમયગાળા દરમિયાન આ અજાણ્યો યુવાન કણસતો અચાનક બંધ થઈ ગયો હતો. બાદમાં ૧૦૮ ને ફોન લાગતા ૧૦૮ની ટિમ ત્યાં આવી આ યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ સમય દરમિયાન પોલીસ પણ આવી જતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં આ આ અજાણ્યા યુવાનનું મોત નવા બની રહેલા હેડક્વાર્ટરની સુરક્ષા માટે મુકેલા પોલિસકર્મી કિશોર અને તેની સાથે રહેલા જીઆરડી જવાન કમલેશ દેગામા, હિરેન ઉર્ફે લાલો બરસરા અન્ય ત્રણ અજાણ્યા જીઆરડી જવાનો સામે તેઓએ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પોલીસ કર્મી કિશોરભાઈ છગનભાઇ અને જીઆરડી જવાન કમલેશ દેગામાં અને હિરેન બરાસરાની ધરપડક કરી છે.આ અંગે એસપી કરનરાજ વાઘેલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે,આરોપી કિશોર ભાઈને રાતાવીરડા ગામે મોબાઈલ ચોરીમાં એક શખ્સ પડકાયો હોવાની તેમના મિત્રએ જાણ કરતા તેઓ જીઆરડી જવાનો સાથે ત્યાં દોડી જઈને માર મારતા લોકો પાસેથી આ શંકમદ શખ્સને છોડાવીને મકનસર નજીક લાવ્યા હતા.જ્યાં આરોપીઓ પૂછપરછના બહાને શંકમદ શખ્સને માર માર્યો હોવાનું ત્યાંના સાઇટ પરના અન્ય લોકોએ જોયું હતું. ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું.મૃતક મધ્યપ્રદેશનો હોવાની ખરાઈ થતા તેની સાંજ સુધીમાં ઓળખ મળી જશે.જોકે આ હત્યા કેસમાં રાતાવીરડો ગામે પણ જે લોકોએ માર માર્યો હોય તેની યોગ્ય તપાસ બાદ ધરપડક કરાશે તેમ જણાવ્યું હતું.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide