મોરબી:આજે હિટવેવની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

0
1
/

મોરબી : છેલ્લા ઘણા દિવસથી મોરબી જિલ્લામાં અતિશય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો પણ શિકાર બની રહ્યા છે. ત્યારે આજે 24 મેના રોજ મોરબી જિલ્લામાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેથી મોરબી જિલ્લામાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ રહી શકે છે. જેથી લોકોને કામ સિવાય બહાર ન નીકળવા પણ હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબી ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વલસાડ જિલ્લામાં પણ આજે હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગરમીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઈકાલે જ મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હિટવેવથી બચવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/